ગઇકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એકમાત્ર બે ઉમેદવારો ધરાવતી બેઠક પરથી પણ ઉમેદવારીપત્ર પરત ખેંચતા તમામ બેઠકો બિનહરીફ….

વાંકાનેર તાલુકા કો. ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી. ની ચૂંટણીમાં ગ ઇકાલે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે તમામ બેઠકો પર માત્ર એક-એક જ ઉમેદવારો બાકી રહેતા પ્રોસેસિંગની તમામ 12 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેમાં વાંકાનેર કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલનો જ્વલંત વિજય થયો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે….

બાબતે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા કો. ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી.ની ચુંટણીમાં ગઇકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે બાકી રહેતી એક બેઠક પરથી પણ બેમાંથી એક ઉમેદવારએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચતા પ્રોસેસિંગની તમામ 12 બેઠકો પર ઉમેદવારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે, જેમાં કુલ 12 બેઠકોમાંથી 10 બેઠકો પર વાંકાનેર કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલના ઉમેદવારો બિનહરીફ થયા છે, જ્યારે 2 ઉમેદવારો સામે પેનલના બિનહરીફ થતાં વાંકાનેર પ્રોસેસિંગમાં કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલનો જ્વલંત વિજય થયો છે…

વાંકાનેર તાલુકા કો.ઓ. પ્રોસેસિંગ સોસાયટી લી. વિજેતા ઉમેદવારો….

1). વઘાસીયા : જગદીશસિંહ બટુકસિંહ‌ ઝાલા
2). ઢુવા : વલીમામદ અલાવદી શેરસીયા
3). વરડુસર : વકાલીયા ઈબ્રાહિમ વલીભાઈ
4). ગાંગીયાવદર : કાંતિલાલ છગનભાઇ વસીયાણી
5). કેરાળા : શેરસીયા ઈબ્રાહિમ અલાવદી
6). સિંધાવદર : શેરસીયા અબ્બાસ જલાલ

7). કોઠારીયા : ગઢવારા ઈરફાન મામદ
8). વાલાસણ : અબ્દુલ હાજી કડીવાર
9). કણકોટ : શેરસીયા હુશેન અમીભાઈ
10). મહિકા : નુરમામદ અમનજી ખોરજીયા
11). ગારીડા : અમીયલભાઈ નુરા ભોરણીયા
12). જાલસીકા : શેરસીયા હુશેન આહમદ

તમામ બેઠકો બિનહરીફ થતાં હવે પ્રોસેસિંગની ચુંટણી માટે મતદાન કે મતગણતરી થશે નહીં એટલે ચુંટણી અધિકારી દ્વારા મતદાન તા. 01/03/23 ના રોજ તમામ બિનહરીફ ઉમેદવારોને વિજેતા જાહેર કરી ચુંટણી પ્રક્રિયા પુર્ણ જાહેર કરશે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

 

error: Content is protected !!