11 દિવસની શિબિરમાં શાળાની વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ માટે તાલિમ અપાઇ….
વાંકાનેર શહેર ખાતે આવેલ ધી મોડર્ન સ્કુલ ખાતે મોરબી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓ જરૂરી સમયે અસામાજિક તત્વોથી પોતાનો બચાવ કરી શકે તે માટે અગીયાર દિવસની ‘ મહિલા સ્વરક્ષણ તાલિમ શિબિર ‘નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ માટે જરૂરી વિવિધ દાવો શિખવવામાં આવ્યા હતા….
વાંકાનેર શહેર ખાતે આવેલ ધી મોડર્ન સ્કુલ ખાતે ધોરણ ૬ થી ૧૨ ની વિદ્યાર્થીની બહેનો માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ૧૧ દિવસની મહિલા સ્વરક્ષણ તાલિમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન શાળાની વિદ્યાર્થીનીઓને જરૂરતના સમયે અસામાજિક તત્વોથી પોતાની રક્ષા માટે વિવિધ દાવો શિખવા માટે તાલિમ આપવામાં આવી હતી, આ શિબિરના આજે અંતિમ દિવસે વાંકાનેર પીએસઆઇ કાનાણી સાહેબ ઉપસ્થિત રહી શાળાની વિદ્યાર્થીઓને મહિલા સુરક્ષા કાનુન અને તેમને મળતી સુવિધાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું…..
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC