વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ.ની નામદાર ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ નવેસરથી પુનઃ ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેમાં પુનઃ જુના સીમાંકન સાથે ચુંટણી પ્રક્રિયા હાથ ધરી આજથી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેના માટે મતદાન અને મતગણતરી 03/03 ના રોજ યોજાશે…

નાયબ કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામું….

• ઉમેદવારીપત્રો ભરવાની તારીખ : 22/02 થી 24/02 સુધી…
• ઉમેદવારીપત્રો પ્રસિદ્ધ કરવાની તારીખ : 24/02/2023
• ઉમેદવારીપત્રો ચકાસણી : 27/02/2023
• માન્ય ઉમેદવારોની ફાયનલ યાદી : 27/02/2023
• ઉમેદવારી પરત ખેંચવાની તારીખ : 28/02/2023
• હરીફ ઉમેદવારોની આખરી યાદી : 28/02/2023
• મતદાનની તારીખ : 03/03/2023 (સમય ૧૦ થી ૨)
• મતગણતરી બાદ પરિણામ જાહેર કરવાની તારીખ : 03/03/2023 (બપોરે ૩ વાગ્યે)

નવેસરથી ચુંટણી માટેનું સીમાંકન….

૧). વાંકીયા : વાંકીયા, પંચાસીયા અને પંચાસર સહકારી મંડળી લી.
૨). ઢુવા : ઢુવા, રણેકપર, વઘાસિયા અને ભોજપરા સહકારી મંડળી લી.
3). માટેલ : માટેલ, વરડૂસર, પલાંસ અને પાડધરા સહકારી મંડળી લી.
૪). લુણસર : લુણસર, ગાંગિયાવદર, સરધારકા અને જેતપરડા સહકારી મંડળી લી.
૫). રસિકગઢ : રસિકગઢ, દલડી, મહિકા જળસિંચન અને ગેલેક્સી હોર્ટિકલચર સહકારી મંડળી લી.
૬). કેરાળા : કેરાળા, ચંદ્રપુર, રાજાવડલા અને સર્વોદય હોર્ટિકલચર સહકારી મંડળી લી.

૭). કોઠારીયા : કોઠારીયા, તીથવા, પાંચદ્રારક અને અરણીટીંબા સહકારી મંડળી લી.
૮). સિંધાવદર : સિંધાવદર, સિંધાવદર જળસિંચન, તીથવા-પાંચદ્રારકા બાગાયત અને કોટડા સહકારી મંડળી લી.
૯). પ્રતાપગઢ : પ્રતાપગઢ, વાલાસણ, પીપળીયા રાજ અને પીપળીયા આગાભી સહકારી મંડળી લી.
૧૦) જાલસિકા : જાલસિકા, ખેરવા, કણકોટ અને ખીજડિયા સહકારી મંડળી લી.
૧૧). ગારીડા : ગારીડા, જાલીડા, જોધપર અને કોઠી સહકારી મંડળી લી.
૧૨). મહિકા : મહિકા, મેસરિયા, અદેપર અને વિનયગઢ સહકારી મંડળી લી.

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!