વાંકાનેરની એલ. કે‌. સંઘવી વિદ્યાલય ખાતે બ્યુટી & વેલનેસ લેબનું ઉદ્ઘાટન કરાયું…

0

વાંકાનેર શહેરની શ્રીમતી એલ કે સંધવી કન્યા વિદ્યાલય (વિદ્યાભારતી) ખાતે આજરોજ બ્યુટી એન્ડ વેલનેસ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી વકીલશ્રી આનંદીબેન પટેલ, શિશુ મંદિરના પ્રધાનાચાર્ય ખ્યાતિબેન કરથીયા, દર્શનાબેન જાની દ્વારા રિબીન કાપી લેબની શરૂઆત કરાઇ હતી. આ તકે શાળાના ટ્રસ્ટી વિનુભાઈ શાહ, વિનુભાઈ રૂપારેલીયા તથા અમરશીભાઈ મઢવી ઉપસ્થિત રહ્યા હતા…

આ લેબ તથા કાર્યક્રમ વિશે માહિતી આપતા શાળાના પ્રધાન આચાર્ય દર્શનાબેન જાનીએ જણાવ્યું હતું કે, સમગ્ર શિક્ષા ગાઈડ લાઈન 2018 અને નવી શિક્ષણનીતિ 2020ની ગાઈડલાઈન મુજબ ભારતના દરેક રાજ્યોમાં 67 જેટલા વિષયોના વોકશનલ કોર્સ ચાલી રહ્યા છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં 934 જેટલી સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં આવા વ્યવસાયલક્ષી કોર્સ શરૂ કરવામાં આવ્યા છે,

જેમાં વોકેશનલ ટ્રેનર દ્વારા શિક્ષણ પૂરું પાડવામાં આવે છે, જે અંતર્ગત ગુજરાત દરેક જિલ્લામાંથી 214 જેટલા સ્થાન પર બ્યુટી અને વેલનેસનો કોર્સ ચાલે છે. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીનીઓમાં બ્યુટી પાર્લરના કૌશલ્યનું નિર્માણ કરી તેને ભવિષ્ય માટે તૈયાર કરી શકાય તે હેતુથી વિદ્યાલયમાં છેલ્લા બે વર્ષથી વોકેશનલ ટ્રેનર નૈમિષાબેન રાઠોડથી આ કોર્સ ચાલતો હોય, જેમાં હમણાં જ રાજ્ય સરકાર દ્વારા જે બ્યુટી અને વેલેસ લેબ મળી તેનું ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf