ભારે કરી…: સગાઇ બાદ વર-કન્યા ભાંગી જતા વેવાણનો વેવાણ પર હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ….

0

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં મંદિરે ગયેલ વેવાણ પર ચાર શખ્સોએ હુમલો કર્યો…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં દીકરા-દીકરીની સગાઈ બાદ દીકરી પક્ષ દ્વારા લગ્ન ન કરાતા બાદમાં વર-કન્યા ભાગી જતા પાછળથી આ બનાવમાં વેવાઈ-વેવાઈ બાખડી પડ્યા હતા અને દીકરી પક્ષના ચાર લોકોએ દીકરા પક્ષના વેવાણને પાવડાના હાથા વડે માર મારતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા હંસાબેન બલુભાઇ ભોજવીયાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી લાભુભાઇ બીજલભાઇ, કંચનબેન લાભુભાઇ, વજીબેન બીજલભાઇ તથા જેકાબેન અવચરભાઇ (રહે.બધા નવાપરા પુલના છેડે) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના પુત્રની સગાઈ ચાર વર્ષ પહેલા આરોપી લાભુભાઇ બીજલભાઇની પુત્રી સાથે કરવામાં આવી હોય,

પરંતુ દીકરીવાળા લગ્ન કરી આપતા ન હોવાથી ફરિયાદી પુત્ર અને આરોપીની પુત્રી નવ મહિના પહેલા ભાગી ગયા હતા, જેથી આ બાબતનો ખાર રાખી ફરિયાદી મંદિરે ગયા હોય ત્યારે ત્યાં તમામ આરોપીઓ આવી પાવડાના હાથા વડે ફરિયાદી પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf