વાંકાનેર તાલુકાના કોઠી ગામ નજીક તાલુકા પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી પસાર થતી એક ઇકો કારનો ચાલક પોલીસને જોઈ પોતાનું વાહન સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે કારની તલાશી લેતા તેમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે આ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોઠી ગામના પાટિયા પાસે પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી પસાર થતી એક ઇકો કાર નં. GJ 16 BG 6888 નો ચાલક પોલીસને જોઈ કાર રેઢી મૂકીને નાસી જતા પોલીસે કારની તલાસી લેતા તેમાંથી 750 લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે 3 લાખની કાર, એક મોબાઈલ ફોન અને દેશી દારૂ સહિત કુલ રૂ. 3.20 લાખનો મુદામાલ કબ્જે કરી કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!