વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં આવેલ તળાવ પાસે એક યુવાન ઢોર ચરાવવા આવતો હોય, જેથી આ બાબતનું આરોપીઓને સારૂં નહીં લાગતાં ચાર શખ્સોએ યુવકને ગાળો આપી હુમલો કરી લાકડી તથા પાઈપ વડે માર માર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા ફરિયાદી કરમણભાઈ ખીમાભાઇ બાંભવા (ઉ.વ.૪૫)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી પોપટભાઈ કરમશીભાઈ સાપારા, ભકાભાઈ પોપટભાઈ, વીહાભાઈ માધાભાઇ સાપારા, રવજીભાઈ પોપટભાઈ સાપારા, દર્શનભાઈ ચોથાભાઈ સાપારા (રહે. બધા ગુંદાખડા) ફરીયાદ નોંધાવી છે કે, ગત તા.૧૦ના રોજ ફરીયાદી પોતાના માલ-ઢોર ચરાવાવ ગામના તળાવ પાસે આવતા આ બાબતનું આરોપીઓને સારૂં નહી લાગતા ફરીયાદીને ભુંડા બોલી ગાળો આપી લાકડી વતી માર મારી ડાબા હાથના કાંડાથી ઉપર મુંઢ ઇજા કરી તેમજ ગળાના ભાગે મુંઢ ઇજા કરી,
સાહેદ રણછોડભાઇને પણ આરોપીઓએ ભુંડા બોલી ગાળો આપી લાકડી પાઇપ વતી માર મારી જમણા પગે તેમજ ડોક ઉપર મુંઢ ઇજાઓ કરી હતી , જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે યુવાનની ફરિયાદ પરથી ચાર શખ્સો સામે આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV