ફૈઝ-1 ગ્રાઉન્ડ ખાતે 16 ટીમો વચ્ચે ક્રિકેટ જંગ જામ્યો, ફાયનલમાં BM Tiger ના વિજય સાથે ટુર્નામેન્ટની પુર્ણાહુતી….

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુરના ફૈઝ-1 ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તા. ૨૧ નવેમ્બરથી ૦૯ ડિસેમ્બર દરમ્યાન “મર્હુમ સૈયદ મુશર્રફઅલી”ના સ્મણાર્થે મુખ્ય સ્પોન્સર ગેલેકસી ગ્રૂપ દ્વારા ઓક્સન બેઝ T-10 લીગ નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ગેલેક્સી એમ.પી.એલ.-1નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર વાંકાનેર તાલુકાની સાથે ટોળ-અમરાપર બંને ગામ સહીતના કુલ 564 રમતવીરોમાંથી હરરાજી (ઓક્સન) વડે બનાવેલ 16 ટિમો વચ્ચે ક્રિકેટ જંગ જામ્યો હતો…

આ ક્રિકેટ ટુર્નામેન્ટના અંતિમ દિવસે SZ Tigers (વાંકાનેર) અને BM Tigers (પાંચદ્વારકા) વચ્ચે ફાઈનલ મેચ રમાયો હતો, જેમાં BM Tigers ચેમ્પિયન થયેલ અને SZ Tigers રનર્સ અપ રહી હતી તેમજ SK 11 (વાંકાનેર) ટીમ ત્રીજા ક્રમે રહી હતી. આ તકે આયોજક ટીમના આમંત્રણને માન આપી કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદા, શકીલ પીરઝાદા, પી.આઈ. પી. ડી. સોલંકી સાહેબ, મોહંમદ કૈફ પીરઝાદા, હસનૈન પીરઝાદા, ગેલેક્સી બેન્કના સ્થાપક અબ્દુલભાઈ બાદી, ફૈઝ ઈન્ડસ્ટ્રીઝના ઓનર ઈસ્માઈલભાઈ બાદી, ગેલેક્સી બેન્કના બોર્ડ ઓફ ડીરેક્ટર્સ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો…

ફાઈનલ મેચના અંતે વિજેતા ટીમને અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત મોમીન સમાજના ધર્મગુરૂ પીરેતરીકત અલ્હાજ પીર સૈયદ ખુરશીદ હૈદર પીરજાદા સાહેબના વરદ હસ્તે ચેમ્પિયન ટ્રોફી, રનર્સ અપ ટ્રોફી અને થર્ડ પ્લેસ ટ્રોફી તેમજ પુરસ્કાર સ્વરૂપે અનુક્રમે રૂ. ૬૧,૦૦૦, રૂ. ૪૧,૦૦૦ અને રૂ. ૧૫૦૦૦ના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા…

ફાઈનલ મેચમાં મેન ઓફ ધ મેચ તરીકે ઈરફાન કડીવાર (મેન ઓફ ધ સિરીઝ), અવેશ ખોરજીયા (બેસ્ટ બેસ્ટમેન), નસરૂલ્લાહ માથકિયા (બેસ્ટ બોલર), અજમલ પટેલ (બેસ્ટ ફિલ્ડર) સહિતના ખેલાડીઓને પુરસ્કૃત કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઈમેર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકેનું પુરસ્કાર સૌથી નાની ઉંમરના ખેલાડી મોહંમદ નૂહ પટેલને એનાયત કરાયું હતું.

આ સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સૈયદ ફરહત અલી, મોહંમદ ઝૈદ પીરઝાદા, લિયાકત બાદી (ગેલેક્સી), જુનેદ માસ્તર, મોહસીન માસ્તર, ફૈઝલ (ખુશ્બુ), આદિલ (ખુશ્બુ), ફિરોઝ (S. K.), નિઝામ શેરસીયા તેમજ સરફરાઝ ભોરણીયા (સફુ)એ આયોજક તરીકે તથા ક્રિકહીરોઝ સ્કોરર ઓપરેટર તરીકે રફીક ભાઈ ડોડીયા એ ભારે જહેમત ઉઠાવી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!