વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે રહેતી એક 26 વર્ષીય યુવતીએ પોતાના ઘરમાં શરીર ઉપર કેરોસીન છાંટી જાત જલાવી આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે રહેતા અશોકભાઈ સુથારની દીકરી કાજલબેન (ઉ.વ. ૨૬)એ પોતાના ઘરે ફળિયામાં પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી જાત જલાવી લીધી હતી જેમાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જે બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો…
બાબતની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ વિગતો મુજબ છેલ્લા આઠ દિવસથી મૃતક યુવતીને તાવ આવતો હતો અને સારું થતું ન હોય જેનાથી કંટાળી તેણી જ્યારે ઘરે એકલી હોય ત્યારે આ પગલું ભરી લીધું હતું….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0