વાંકાનેર તાલુકાના કેરાળા ગામના મહિલા સરપંચ દ્વારા ગ્રામ પંચાયતની બેઠક દરમિયાન ગ્રામ પંચાયત ન્યાય સમિતિના ચેરમને અને પંચાયતના સદસ્યને જાતિ પ્રત્યે અપમાનિત કરતા બાબતે મહિલા સરપંચ વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે રહેતા રમેશભાઇ દામજીભાઇ લઢેર (ઉ.વ. ૪૩)એ કેરાળા ગામના મહિલા સરપંચ નરગીશબેન આરીફભાઇ બાદી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ કેરાળા ગ્રામ પંચાયતના સભ્ય તથા સામાજીક ન્યાય સમીતીના ચેરમેન પદ પર હોય અને ગત તા. ૭/૫/૨૦૨૨ના રોજ કેરાળા ગામે આરોગ્ય ખાતાના સબ સેન્ટરમા ગ્રામ પંચાયતની બેઠક મળેલ તે સમયે આરોપીએ ફરીયાદીની જ્ઞાતિ વિશે અપમાન થાય તેવો શબ્દ બોલી જાહેરમા હડધુત કર્યા હતા…

આ બનાવ અંગે જે તે સમયની અરજીની તપાસ ચાલુ હોય બાદમાં હાલ નાયબ પોલીસ અધિક્ષક એસ. સી. એસટી સેલ તરફથી ફરીયાદ દાખલ કરવાનો હુકમ થતાં બાબતે વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની વિધિવત ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!