બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેનશ્રી અનિરૂધ્ધસિંહ એચ. ઝાલા(ભાવગનર) વાંકાનેરની મુલાકાતે…

વાંકાનેર બાર એશોશીએશનના પ્રમુખશ્રી અનિરૂધ્ધસિંહ એસ. ઝાલા (અનુકાકા)એ વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેનશ્રી અનિરૂધ્ધસિંહને વાંકાનેર મુલાકાત માટે આમંત્રણ આપેલ હોય જેનું માન રાખી ગત તા. ૦૬/૧૦/૨૦૨૨ એ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેનશ્રી અનિરૂધ્ધસિંહ ઝાલા વાંકાનેર બાર એશોશીએશનની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા…

આ તકે ચેરમેનશ્રીનું મહિલા વકીલો દ્રારા પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ આ કાર્યક્રમમાં વાંકાનેર બારના હોદેદારો તેમજ સીનીયર વકીલશ્રી એફ. એમ.
બ્લોચ, એચ. એમ. શેઠ, રજનીબા ટી. રાણા(રાજકોટ),આઇ. જે. દલપોત્રા, એમ. કે. વોરા, જે. એચ. માકવાણી, નોટરી વકીલશ્રી વી. એન. શેરસીયા, અંજનાબેન રાઠોડ, કપીલ વી. ઉપાઘ્યાય, રેવન્યુબારના પ્રમુખશ્રી વિશાલ જે. પટેલ, સેક્રેટરી નિરવભાઇ મઢવી, જોઇન્ટ સેક્રેટરી ધર્મેશ જે. પરમાર, વાંકાનેર શહેર ભાજપ લીગલ સેલના સંયોજકશ્રી ભરતભાઇ દેગામા તેમજ વાંકાનેર બારના તમામ સભ્યો આ પ્રસંગે હાજર રહ્યા હતા.

આ પ્રસંગે વિશાલ જે. પટેલ દ્વારા ચેરમેનશ્રીનું સ્વાગત પ્રવચન કરેલ, તેમજ ચેરમેનશ્રી અનિરૂધ્ધસિંહજી ઝાલા (ભાવનગર) નું વાંકાનેર બાર એશોશીએશન પ્રમુખ શ્રી અનિરૂધ્ધસિંહજી ઝાલાએ ફુલહાર અને સાલ ઓઢાડી સન્માન કરેલ…

વાંકનેર બારના સભ્યો દ્વારા ચેરમેનશ્રીને મોમેન્ટો આપી આવકારો આપી અને ચેરમેનશ્રીએ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત વિશે સંપુર્ણ માહિતી આપેલ અને વાંકાનેર બારના પ્રશ્નો સાંભળી અને તેનો ઝડપી નિકાલ થાય તેવી ખાત્રી આપી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!