વાંકાનેરના કોઠારીયા, હોલમઢ તથા સરતાનપર ગામે પોલીસના દરોડામાં કુલ રૂ. 85,030 ના મુદ્દામાલ સાથે 14પત્તા પ્રેમીઓ ઝડપાયાં, એક ફરાર…

વાંકાનેર વિસ્તારમાં શ્રાવણ માસ શરૂ થતાં જ જુગારની મૌસમ પુર બહારમાં ખીલી છે, જેમાં રોજબરોજ સીટી તથા તાલુકા પોલીસ દ્વારા અલગ અલગ સ્થળોએ દરોડા પાડી જુગારોને ઝડપી લેવામાં આવે છે, ત્યારે આજે પોલીસે વાંકાનેર વિસ્તારમાં જુગારની ત્રણ રેડમાં કુલ 14 જુગારીઓને કુલ રૂ. 85,030 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો….

પ્રથમ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીએ હોલમઢ ગામે રહેણાંક મકાનમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). અશોકભાઇ નરશીભાઇ સારદીયા, ૨). હરેશભાઇ રાજુભાઇ મકવાણા અને ૩). દીનેશભાઇ ભગવાનજીભાઇ ગાંગાણીને રોકડ રકમ તથા બાઇક સહિત કુલ રૂ. ૬૭,૭૦૦ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે ૪). બીજલભાઇ ભીખાભાઇ નાસી ગયા હતા….

બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસ સરતાનપર ગામે શેરીમાં જાહેરમાં રમાતા જુગારીઓ પર ત્રાટકીને ૧). અરવીંદભાઇ ઉર્ફે મનીયો કાળ જેસીંગભાઇ ઉડેચા, ૨) સવજીભાઇ મેપાભાઇ ફીસડીયા, ૩). મનજીભાઇ છગનભાઇ સાવાડીયા અને ૪). જીલાભાઇ ગોકળભાઇ વીઝવાડીયાને રૂ. ૧૩,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા…

ત્રીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે નાઈટ પેટ્રોલિયમ દરમિયાન કોઠારીયા ગામના જયદેવ ચોકમાંથી જાહેરમાં જુગાર રમતા ૧). મુકેશભાઇ રઘાભાઇ કોબીયા, ર). મુકેશભાઇ બચુભાઇ જોગરાજીયા, ૩). વિજયભાઇ રાજુભાઇ કોબીયા, ૪). શૈલેષભાઇ ધીરૂભાઇ કોબીયા, ૫). સાગરભાઇ શામજીભાઇ મકવાણા, ૬). આંબાભાઇ ઉર્ફે હકા કાકા મેહુલભાઇ કોબીયા, ૭). સંજયભાઇ કરશનભાઇ જોગરાજીયાને રોકડ રકમ રૂ.10,230 સાથે ઝડપી લીધા હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!