વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં નવા બનતા કારખાના પાછળ આવેલ ખેતરની ઓરડીમાં જુગારધામ પર મોરબી એલસીબી ટીમે દરોડો પાડી જુગાર રમતા 12 શખ્સોને રૂ. 4.52 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં ભીમગુડા જવાના માર્ગે નવા બનતા કારખાના પાછળ આરોપી ગોરધન છનાભાઇ કોળીના ખેતરની ઓરડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો.

જેમાં પોલીસે જુગાર રમતા ૧). ગોરધન છનાભાઈ અબાસણીયા, ૨) છગન સતાભાઈ મુંધવા, ૩). ચંદુભાઈ સોમાભાઈ રીબડીયા, ૪). પ્રભુભાઈ ભગવાનજીભાઈ ચાવડા, ૫). શાંતિદાસ વજેરામભાઈ દૂધરેજિયા, ૬). કૌશિકભાઈ મહેશભાઈ કણઝારીયા, ૭). જગદીશભાઈ ખીમાભાઈ રબારી, ૮). કમલેશભાઈ છગનભાઈ સંધાણી, ૯). મીઠાભાઈ રણછોડભાઈ રાવા, ૧૦). મયુરભા પ્રવીણભા ગઢવી, ૧૧). મુકેશ રેવાભાઈ રાતડીયા અને ૧૨). રાજ કનુભાઈ રતનને રોકડ રકમ રૂ. 4,52,200 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!