ભારે કરી હો…: વાંકાનેરના પીપરડી ગામે સગાઇ કરાવી દેવાનાં બહાને લાખોની છેતરપિંડી મામલે પોલીસ ફરિયાદી નોંધાઇ….

0

ફરિયાદીના સાળાની સગાઇ કરાવી દેવાના બહાને નવ તોલા સોનાના દાગીના તથા રૂ. 75,000 રોકડાની છેતરપિંડી કરનાર વાંકાનેરના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો….

વાંકાનેર તાલુકાના પીપરડી ગામે રહેતા મુસ્લિમ પરિવાર સાથે ભેજાબાજ ગાંઠીયાએ પોતાની ભાણેજની સગાઈ ફરિયાદીના સાળા સાથે કરાવી દેવાનું કહી રૂ. 75,000 રોકડા તેમજ સોનાના દાગીના નમુના માટે લઈ જાવ છું કહી નવ તોલા સોનાના દાગીના લઈ જઈ વિશ્વાસઘાત કરતા બાબતે આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકનેર તાલુકાના પીપરડી ગામ ખાતે રહેતા અને ખેતીકામ કરતા ગફારભાઇ આહમદભાઇ ચારોલીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી તમાચીભાઇ હાજીભાઇ વીકીયા (રહે. મિલપ્લોટ, વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આરોપી તમાચીભાઇ વીકીયા ફરિયાદી ગફારભાઇ પાસે આવી તેના ખેરવા ગામે રહેતા સાળાની આરોપીની ભાણેજ નુરજાની સગાઈ કરાવી દેવાનું કહી રોકડ રકમ રૂ. 75,000 ઉપરાંત આરોપી ફરિયાદીની ગેરહાજરીમાં ઘેર આવી સોનાના દાગીના કરવા હોય ફરિયાદીના પત્ની પાસેથી ૧). એક સોનાનો હાર, ૨). એક સોનાનો દોરો, ૩). કાનમાં પહેરવાના ઇયરીંગની સોનાની એક જોડી, ૪). કાનમાં પહેરવાની એક તુટેલી સોનાની કડી, ૫). કાનમાં પહેરવાની સોનાની બુટી એક જોડી એમ આશરે નવ તોલા જેટલા સોનાના દાગીના લઇ ગયો હતો, જે આજદિન સુધી પરત આપેલ નથી….

આ ઉપરાંત આરોપીએ પોતાની ભાણેજની સગાઇ કરાવવા વચન વિશ્વાસ આપી રોકડા રૂ.75,000 તથા ૧). એક સોનાનો નાકનો દાણો 140 મીલીગ્રામનો, ૨). ચાંદીની પગની ઝાંઝરી 50 ગ્રામ, ૩). માથે ઓઢવાની ચુંદડી, ૪). એક જોડી કપડા લઇ જઇ તેમની ભાણેજની સગાઇ બીજી જગ્યાએ કરાવી દઈ છેતરપિંડી કરતા બાબતે ફરિયાદીએ આરોપી તમાચીભાઇ હાજીભાઇ વીકીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 406, 420 મુજબ ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf