પોલીસને જોઈ ફરાર થવા જતા બોલેરો પુલ નીચે ખાબકી, ભાગવા જતા બુટલેગરને પણ ઝડપી લેતી પોલીસ ટીમ….

વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીકથી ગત મોડી રાત્રીના વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે એક બોલેરો ગાડીનો ફિલ્મ ઢબે પીછો કરી મોટા જથ્થામાં દેશી દારૂના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…..

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ગતરાત્રીના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે કોઠી ગામ નજીક વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી એક બોલેરો ગાડી નં. GJ 13 AW 4220 ને રોકવાનો પ્રયાસ કરતા વાહન ચાલક પોતાનું વાહન પુર ઝડપે ચલાવી ફરાર થવાનો પ્રયત્ન કરતા પોલીસે ફિલ્મી ઢબે વાહનનો પીછો કરતા બોલેરો ગાડી જોધપર ગામ નજીક સર્વિસ રોડ પર આવેલ પુલ નીચે ખાબકતાં ડ્રાઇવર વાહન મુકી ફરાર થવાનો પ્રયાસ કરતા,

પોલીસે તેને પણ ઝડપી પાડી બોલેરોની તલાશી લેતા તેમાંથી 44 બાચકામાંથી 1100 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે વાહન ચાલક આરોપી જાલાભાઈ માધાભાઈ ગેડિયા (ઉ.વ. ૩૨, રહે નાડધ્રી, મુળી) ને કુલ રૂ. 3,24,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી દેશી દારૂનો જથ્થો મોકલનાર આરોપી વિશાલ મંછારામ ગોંડલીયા (રહે. યજ્ઞપુરૂષનગર, વાંકાનેર) સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/GnYlEpGpYx76sQo5RLsxjW

error: Content is protected !!