વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં વડસર નજીક ચાલતી ખનીજચોરી પર આજે સવારે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો, જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્થળ પરથી ખનીજચોરી કરતા બે હિટાચી મશીન અને એક ડમ્પરને જપ્ત કરવામાં આવ્યા હતા…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં વડસર નજીક આવેલ ગાયત્રી સ્ટોન ક્રશર સામે છેલ્લા ઘણા સમયથી બેફામ ખનીજચોરી ચાલતી હોય, જેમાં આજે સવારે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર દરોડો પાડી ખનીજચોરી કરતા GJ 36 V 8018 નંબરના એક ડમ્પર અને બે હિટાચી મશીનને જપ્ત કરવામાં આવ્યા હતા….

આ ખનીજચોરી બાબતે ખાણ ખનીજ વિભાગ દ્વારા જગાભાઈ પાંચાભાઈ બાંભવા (રહે. કેરાળા) અને નરેશભાઈ જેમલભાઈ ભુંભરીયા (રહે. મકનસર) ને ખનીજચોરી બદલ દંડની નોટિસ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે. બાબતે ખાણ ખનીજ વિભાગની સતર્કતાથી વાંકાનેર વિસ્તારના ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે….

વિડિયો સમાચાર માટે નીચેની લિંક કરો…👇👇👇

 

https://fb.watch/m0KLMnnMU_/?mibextid=Nif5oz

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!