વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીકથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા ત્યાંથી પસાર થતા એક એક્ટિવા ચાલકને રોકી તલાશી લેતા તેની પાસેથી ચાર બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બાઈક ચાલકની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર જીનપરા જકાતનાકા નજીકથી એક્ટીવા લઇ પસાર થતા હિમાંશુભાઈ ઘનશ્યામભાઈ માંડાણી(ઉ.વ. 27, રહે.ભાટિયા સોસાયટી)ને પોલીસે અટકાવી તલાસી લેતા એક્ટિવા મોટર સાયકલની ડેકીમાંથી ઓલસીઝન બ્રાન્ડ વિદેશી દારૂની ચાર બોટલ મળી આવતા પોલીસે રૂ. 20,000ની કિંમતનું એક્ટિવા અને રૂ. 2,400ની કિંમતના દારૂ સહિત કુલ રૂ.22,400ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0