ગેલેક્સી ક્રેડીટ કો. ઓ. સો. લી.-વાંકાનેર તથા આકાશગંગા એજ્યુકેશન ટ્રસ્ટ-કેરાળા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ મોમીન રત્ન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વાંકાનેર વિસ્તારના ગત શૈક્ષણિક વર્ષ માર્ચ – 2022 માં પાસ થયેલ S.S.C/H.S.C/P.T.C/ડીપ્લોમાં/ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ/B.ed/ સ્પેશિયલ & પ્રોફેશનલ ડીગ્રી, સ્પર્ધાત્મક પરીક્ષા કલાસ 1/2/3 માં પાસ તેમજ ગવર્મેન્ટ જોબ માટે પસંદગી પામેલ મોમીન સમાજના પ્રતિભાવંત વિદ્યાર્થી ભાઈઓ-બહેનો તથા ગેલેક્સી ક્રેડીટ કો. ઓ. સો. લી. ના સભાસદોના પ્રતિભાવંત સંતાનોને સન્માનિત કરવામાં આવશે‌…

આ મોમીન રત્ન સમારંભ દિવાળી વેકેશન દરમ્યાન ગોઠવવામાં આવવાનો હોય જેથી ઉપરોક્ત લાયકાત ધરાવતા વિધાર્થીઓએ પોતાની માર્કશીટ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ પાછળ નામ, સરનામું મોબાઇલ નંબર સાથે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થનાર તેમજ નોકરિયાતોએ પસંદગી/નિમણુકના આધારો પાછળ નામ, સરનામું, મોબાઇલ નંબર સાથે ગેલેક્સી હોસ્પિટલ ગુલશન પાર્ક મેઈન રોડ મુકામે તા. 31/10/2022 સુધીમાં મોકલી આપવા અને વર્ષ 2022 માં સરકારી નોકરીમાં નિવૃત થયા હોય તેમણે પણ પોતાની વિગત મોકલી આપવા એક પ્રેસ યાદીમાં જણાવાયું છે…

વધુ માહિતી માટે સંપર્ક કરો…

લિયાકતહુશેન બાદી
મોબાઇલ : 8238277777

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!