વાંકાનેર બાઉન્ડ્રી નજીક યજ્ઞપુરુષનગર ગામના પાટિયા પાસે પગપાળા પસાર થતા એક વૃદ્ધને વાહન ચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક યજ્ઞપુરુષ નગર ગામના પાટિયા પાસે પગપાળા પસાર થતા દાનાભાઈ સોમાભાઈ રાઠોડ (ઉ.વ. 65) નામના વૃદ્ધને ત્યાંથી પસાર થતા બોલેરો વાહન નંબર GJ 14 AT 7323ના ચાલકે હડફેટે લેતા વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું…
અકસ્માત સર્જ્યા બાદ બોલેરો ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકી નાસી ગયો હતો. જેથી આ બનાવ અંગે મૃતકના પુત્ર મહેશભાઈ દાનાભાઈ રાઠોડે અકસ્માત સર્જનાર વાહન ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0