બાળકોના સર્વાંગી વિકાસને મહત્વ આપતા શૈક્ષણિક કાર્યક્રમો પર ભાર મુકતા પુર્વ સાંસદ અને સંસ્થાના પ્રમુખ લલિતભાઈ મહેતા…

વાંકાનેર શહેર ખાતે શિક્ષણ ક્ષેત્રે કાર્યરત વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલનો દિવાળી પુર્વે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંકુલના આચાર્યો, પ્રધાનાચાર્યો અને ટ્રસ્ટી-વ્યવસ્થાપકો ઉપસ્થિત રહ્યા હતા, આ તકે સંસ્થાના પ્રમુખ લલિતભાઈ મહેતાએ આઝાદીના અમૃત મહોત્સવથી શરૂ થયેલો અમૃતકાળ ૨૦૪૭ સુધી ચાલશે, એ દરમ્યાન ભારતને ગૌરવશાળી, વિકસીત અને વિશ્વગુરુ બનાવવાની વિદ્યાભારતીની સંકલ્પનાનો આધાર રજુ કર્યો હતો….

આ તકે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાભારતી ભારતીય જીવનદર્શન આધારિત મૂલ્યોના શિક્ષણ પર ખાસ ભાર મુકે છે. કૃણ્વન્તો વિશ્વમાર્યમ,આત્મવત સર્વ ભૂતેષુ, જનની જન્મભૂમિશ્ચ, સ્વગાદપિ ગરીયસી, એક્રમ સદ્ વિપ્રાઃ બહુધા વદન્તિના જીવન દર્શનને સાકાર કરવા વ્યક્તિગત મૂલ્યો, શારિરીક મૂલ્યો, આર્થિક મૂલ્યો, બૌધ્ધિક મૂલ્યો, સામાજીક મૂલ્યો અને આધ્યાત્મિક મૂલ્યોનું શિક્ષણ અને આરોપણ વિદ્યાર્થીઓમાં થાય તેવા કાર્યક્રમો, અભ્યાસવર્ગો, પ્રત્યક્ષ પ્રયોગો કરીને શરીર સૌષ્ઠવ, દ્રઢ મનોબળ,

ફરજપાલન અને પ્રામાણીકતા સામેની આર્થિક પ્રવૃતિઓ, સેવા અને સમર્પણ જેવા સામાજીક મૂલ્યો, જીજ્ઞાસાવૃતિ અને વૈજ્ઞાનિક અભિગમ જેવા બૌધ્ધિક મૂલ્યો, સત્યની શોધ માટે યોગ-ધ્યાન ને આંતરિક શક્તિના આવિર્ભાવ માટે અપનાવતા આધ્યાત્મિક મૂલ્યોને વિધાર્થીમાં આરોપિત કરી સજ્જન શક્તિ, સંવેદનશીલ નાગરિકો, કર્તવ્યપરાયણ ગૃહસ્થો, રાષ્ટ્ર અને દેશપ્રેમી યુવાપેઢી, સેવાના ભેખધારી સમાજ સુધારકો શાળામાંથી બની એક શ્રેષ્ઠ સમાજ નિર્માણ થાય તેવો ઉલ્લેખ કર્યો હતો…

આ કાર્યક્રમની શરૂઆતમાં પર્યાવરણ પ્રેમી આચાર્ય શ્રી ભૂપતભાઇ છૈયાએ, પાણી બચાવવા, પ્લાસ્ટીકને હટાવો, જમીનની ફળદ્રુપતા માટે કુદરતી ખેતી અપનાવવા અને વ્યાપક વૃક્ષારોપણ કાર્યક્રમો વિદ્યાભારતી હાથ ધરી રહી છે તેની સમજણ આપી હતી. આ તકે પ્રધાનાચાર્ય દર્શનાબહેન જાની, નિલેશભાઈ ધોકીયા, મમતાબહેન પંડયા, ખ્યાતિબહેન ક૨થીયા, ટ્રસ્ટીઓ સર્વશ્રી વિનુભાઇ રૂપારેલીયા, દિનેશભાઇ રાવલ, વિનુભાઇ શાહ અને કિશોરભાઈ‌ પુજારા સહિત વિદ્યાભારતી સંકુલના ૯૮ સ્ટાફ ભાઇ-બહેનો હાજર રહ્યા હતા….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!