પરિવારના એક સો કરતાં વધુ પ્રતિભાવંત વિદ્યાર્થીઓ તથા સરકારી કર્મચારીઓને સન્માનિત કરાયા….
વાંકાનેર શહેર નજીક આવેલા ફૈઝ સ્કુલના વિશાળ ગ્રાઉન્ડમાં ગઈકાલના રોજ વડ બાદી પરિવાર દ્વારા એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરિવારના એક સો કરતાં વધુ પ્રતિભાવંત વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓને તથા ઉચ્ચ સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા…
અત્રે ઉલ્લેખનીય છે કે વડ બાદી પરિવાર સંગઠન છેલ્લા સાત વર્ષથી કાર્યરત હોય અને જેઓ દર વર્ષે સમાજના જરૂરીયાત મંદ દર્દીઓને આર્થિક મદદ, વિદ્યાર્થી સન્માન સહિતના વિવિધ સમાજલક્ષી સેવાકીય કાર્યો કરી રહ્યા છે. આ તકે ઉપસ્થિત ત્રણ હજાર કરતા વધુ સભ્યોની હાજરીમાં આગેવાનો દ્વારા આ સેવાકાર્યોનો વધુ વિસ્તાર કરી સમાજમાં શૈક્ષણિક અને સામાજિક ક્રાંતિ લાવવાનો સંકલ્પ કર્યો હતો…
આ સન્માન સમારોહમાં ઉપસ્થિત તમામ પ્રતિભાવંત વિદ્યાર્થીઓ, તાજેતરમાં જ વિવિધ ક્ષેત્રોમાં સરકારી નોકરીઓ મેળવી હાલ સમગ્ર ગુજરાતના ખુણે ખુણે પોતાની સેવાઓ આપતા કર્મચારીઓ તથા વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓને સંગઠન અને પરિવારના સભ્યો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં દાતાઓના સહયોગથી આ તમામને એક કીટ પણ વિતરણ કરવામાં આવી હતી…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0