વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે ગઈકાલના રંગોળી સ્પર્ધા યોજાઇ હતી, જેમાં કુલ 60 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા બે વિભાગમાં યોજાઇ હતી જેમાં પ્રથમ 5 થી 15 વર્ષના ભાઇઓ-બહેનો તથા બીજા વિભાગમાં 16 થી 60 વર્ષ સુધીના ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો. જેમાં પહેલા વિભાગમાં પ્રથમ ક્રમે વખારિયા માહી, બીજા ક્રમે જોબનપુત્રા દેવ તથા ત્રીજા ક્રમે ગામોત સ્વાતિ વિજેતા બની હતી જ્યારે બીજા વિભાગમાં પ્રથમ ક્રમે જીજ્ઞાશાબેન તલસાણીયા, બીજા ક્રમે સોલંકી રવિનાબેન અને ત્રીજા ક્રમે શ્રધ્ધાબેન ભટ્ટ તથા ભાવિશાબેન સોની વિજેતા બન્યા હતા…
આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મોરબીના રૂપલબેન શાહ તથા વાંકાનેરના શીતલબેન શાહએ સેવા આપી હતી. તથા મહાનુભાવ તરીકે એક માત્ર લેડી હાસ્ય કલાકાર અવનીબેન વ્યાસ તથા યુટ્યુબ સ્ટાર ધ્યાની જાની હાજર રહ્યા હતાં. આ સ્પર્ધામાં વિજેતા બનેલ તમામને ગાયત્રી પરિવાર તરતથી સર્ટિફિકેટ તથા ગિફ્ટ આપવામા આવી હતી…
સમગ્ર કાર્યક્રમનું આયોજન ગાયત્રી પરિવાર-વાંકાનેર દ્વારા કરવામાં આવેલ જેમાં અશ્વિનભાઈ રાવલ, સવજીભાઈ પંડ્યા, નરેન્દ્રભાઇ દવે, રાહુલ જોબનપુત્રા, ડો. મીતુલ પટેલ, જીતેન્દ્રભાઈ વ્યાસ, કિશોરભાઈ ભટ્ટી, દમયંતીબેન મહેતા તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0