વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા એક ત્રીપલ સવારી બાઇકને ગંભીર અકસ્માત નડયો હતો જેમાં બાઈક રેલિંગ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું જ્યારે આ અકસ્માતના બનાવમાં અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના રૈયાધાર મફતિયાપરામાં રહેતા ભરતભાઈ નાનજીભાઈ દેત્રોજા(ઉ.વ. ૧૯)એ વાંકાનેર તાલુકા પોલીસમાં મૃતક સુરેશભાઈ મગનભાઈ મકવાણા (ઉ.વ. ૪૫, રહે. ચુનારાવાડ, રાજકોટ) સામે ફરિયાદ નોંધાવેલ છે કે, વાંકાનેર બાઉન્ડ્રી પાસે ઓવરબ્રિજ ઉપરથી ફરિયાદી ભરતભાઈ તથા નીલમબેન અને સુરેશભાઈ બાઈક નં. GK 3 FL 8521 લઈને પસાર થઈ રહ્યા હોય ત્યારે ઓવરબ્રિજ ઉપર વળાંકમાં સુરેશભાઈ પોતાનું બાઈક વાળી નહીં શકતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક રેલિંગ સાથે અથડાતાં બાઈક ચાલક સુરેશભાઈ મકવાણાને ગંભીર ઈજા થતાં તેમનું મોત થયું હતું….

આ સાથે જ બાઈક ઉપર બેઠેલ ફરિયાદી ભરતભાઈ અને નીલમબેનને હાથે પગે ઇજાઓ પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર લીધા બાદ ભરતભાઈ દેત્રોજાએ બનાવની વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક બાઇક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!