વાંકાનેર તાલુકાના વલાસણ ગામે ભાયુ ભાગની જમીન બાબતે સગા ભાઈ-ભત્રીજા વચ્ચે ડખ્ખો થયો હતો જેમાં બંને પક્ષોએ એકા-બીજા પર હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામ ખાતે રહેતા અબ્દુલભાઈ અલાઉદ્દીનભાઈ માણસિયા (ઉ.વ. 60)એ વાંકાનેર તાલુકા પોલીસમાં તેના ભાઈ રસુલભાઈ અલાઉદીન માણસિયા તેમજ ભત્રીજા સુલતાન હુસેનગનીભાઈ માણસિયા, શાહબુદીનભાઈ ઇસ્માઇલભાઈ અને અલમેજભાઇ મામદભાઈ માણસિયા સામે ફરિયાદ નોંધાવી છે કે, તેમના ભાઈ અને ભત્રીજાઓ વચ્ચે જમીનના ભાયુંભાગ પડી ગયા હોવા છતાં આરોપીઓ ફરિયાદીના ઘરે આવી પાઇપ અને ધોકા વડે તેમના પર હુમલો કરી માર માર્યો હતો. જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

આ જ બનાવમાં સામાપક્ષે ફરિયાદી દીનારબેન રસુલભાઈ માણસીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી મદીનાબેન અબ્દુલભાઈ માણસિયા, રોશનબેન અબ્દુલભાઈ માણસિયા, સિકંદરભાઈ અબ્દુલભાઈ માણસિયા અને અબ્દુલભાઈ અલાઉદ્દીનભાઈ માણસિયા સામે ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓની ભેંસ છૂટીને તેના ભેંસના ખીલા પાસે આવી હોય અને ફરિયાદીની ભેંસ છૂટી આરોપીના ફળિયામાં ગઈ હોય જેથી આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી માર માર્યો હતો જેથી આ બનાવમાં પણ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!