વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન છેલ્લા બે દિવસથી ગુમ થયો હોય દરમિયાન તેનો મૃતદેહ મળી આવતા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક આવેલ સોલારીસ સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો દુબેસિંગ સોનીસિંગ સિંહ તા ૨૨/૧૦ ના રોજ કારખાનેથી ગુમ થઈ ગયો હતો જે તા. ૨૪/૧૦ ના સાંજના ૪:૩૦ વાગ્યે કાલસી સિરામિક સરતાનપર રોડની બાજુમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી યુવાનના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0