ટ્રેક્ટરના બુકડા બોલાવી ડમ્પર ચાલક ફરાર થઈ જતાં બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ…
વાંકાનેર શહેર નજીક રાતીદેવરી ગામથી જડેશ્વર તરફ જતા રોડ ઉપર એક ખેડૂતની વાડી સામે ઉભેલાં ટ્રેકટર પાછળ માતેલા સાંઢની જેમ આવતા એક બેકાબુ બનેલા ડમ્પરના ચાલકે ધડાકાભેર ડમ્પર અથડાવતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેકટરનો બુકડો બોલી ગયો હતો જેથી ડમ્પર ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો જેથી આ મામલે ટ્રેક્ટર માલિક ખેડૂતએ ડમ્પર ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના રાતીદેવરી ગામ ખાતે રહેતા ફરિયાદી ઇરફાનભાઇ ઉસ્માનભાઇ બાદીએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. 25 ના રોજ ફરિયાદી પોતાનું ટ્રેકટર નં. GJ 13 B 2288 લઇ પોતાની વાડીએથી પરત ફરતા હોય ત્યારે તેમની વાડી સામે ઉભેલાં ટ્રેક્ટર પાછળ જડેશ્વર તરફથી આવતા એક ડમ્પર નં. GJ 36 T 9067ના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને બેફીકરાઇથી ચલાવી ધડાકાભેર ટ્રેક્ટર સાથે અથડાવતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેકટરનો બુકડો બોલી ગયો હતો..
અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ પર મુકી નાસી ગયો હતો, જેથી આ મામલે ડમ્પર ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1