વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી ગામ નજીક નદીના પટમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયાં, એક ફરાર….

0

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ગતરાત્રીના ઠીકરીયાળી ગામ નજીક આવેલ નદીમાં પટમાં પહોંચતા ત્યાં અમુક શખ્સો ગોળ કુંડાળું વળી જુગાર રમતા નજરે પડતાં પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રોકડ રકમ રૂ. 14,4000 સાથે ઝડપી લીધા હતા, જ્યારે આ બનાવમાં અન્ય એક શખ્સ નાસી ગયો હતો, જેથી પોલીસે તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ઠીકરીયાળી ગામ નજીક નદીના પટ્ટમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). રતાભાઇ બાવાભાઇ ગોહીલ, ૨). રાજુભાઇ મનજીભાઇ માલકીયા, ૩). અજીતભાઇ રામકુભાઇ ખાચર, ૪). વિજયભાઇ વિનુભાઇ નાકીયા અને ૫). વિપુલભાઇ મનજીભાઇ માલકીયાને ઝડપી લીધા હતા, જ્યારે આરોપી ૬). નરેશભાઇ ધીરૂભાઇ ચૌહાણ ભાગી ગયો હતો…

જેથી વાંકાનેર તાલુકા પોલીસે આ દરોડા દરમિયાન રોકડ રકમ રૂ. 14,400 સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડી, ફરાર સહિત તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1