વાંકાનેર તાલુકા પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન અદેપર ગામની સીમમાં આવેલ તળાવના કાંઠે જુગાર રમતા શખ્સો પર પોલીસે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી જેમાં પોલીસે ત્રણ શખ્સોને રૂ. 12,300ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે અન્ય ત્રણ શખ્સો ફરાર થઇ ગયા હતા…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન અદેપર અને મેસરિયા વચ્ચે આવેલ ખોડિયાર માતાજીના મંદિર નજીક તળાવના કાંઠે જુગાર રમતા શખ્સો પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). વનાભાઇ ગેલાભાઇ મેર(રહે.‌સરતાનપર), ૨). સંગ્રામભાઇ ધનજીભાઇ બાવરવા અને ૩) મહેશભાઇ વેલજીભાઇ ડાભીને પકડી પાડ્યાં હતા જ્યારે અન્ય આરોપી ૪). અશ્વિનભાઇ બચુભાઇ કોળી, ૫). મુન્નાભાઇ ઉર્ફે ટીનો પાંચાભાઇ કોળી અને ૬). રામજીભાઇ વિનુભાઇ કોળી(રહે.‌બાકી અદેપર) નાસી ગયા હતા…

જેથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા આ બનાવમાં ઝડપાયેલ આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 12,300 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!