વાંકાનેર શહેરમાં પરણીત યુવક દ્વારા ગોલો ખવડાવવાના બહાને પરિવારજનોને જાણ કર્યા વગર એક સગીરાનું અપહરણ કરી માર્કેટ યાર્ડ તરફ અવવારું જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા કરતાં બાબતની જાણ પરિવારજનોને થતાં તેમણે આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક વિરુદ્ધ પોકસો સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા એક સંતાનના પિતા એવા આરોપી સિરાજ મુન્ના બુખારી નામનાં પરણિત શખ્સે વાંકાનેરની સગીર વયની બાળાને પરિવારજનોને જાણ બહાર ગોલો ખવડાવવાના બહાને વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તરફ અવાવરૂ જગ્યાએ લઇ જઇ શારિરીક અડપલાં કર્યા હતા, જેમાં ‌બીજી તરફ સગીર દીકરી ગુમ થતા પરિવારજનો દ્વારા શોધખોળ કરતા સગીરાને સીરાઝ લઇ ગયો હોવાની જાણ થતા આજુબાજુના લોકો એકત્રિત થઈ ઢગાની શોધખોળ શરૂ કરતાં આરોપી સગીરાને ઘર નજીક મૂકી નાસી ગયો હતો…

જેથી આ મામલે સગીરાના માતાએ આરોપી સીરાઝ મુન્ના બુખારી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 363, 354 (ક) (1) તથા પોકસો એકટ કલમ 12 મુજબ ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ વાંકાનેર સીટી પીઆઇ દ્વારા શરૂ કરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!