વાંકાનેર સિટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેર તાલુકાના ગારીયા ગામની બસ સ્ટેન્ડ પાસે આવેલ હોટલ બજરંગમાં દરોડો પાડી પાંચ બોટલ વિદેશી દારૂ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગારિયા ગામના બસ સ્ટેશન પાસે આવેલી બજરંગ હોટલમાં દરોડો પાડી વાઈટ લેક વોડકાની પાંચ બોટલ વિદેશી દારૂની ઝડપી પાડી હતી, જ્યારે પોલીસના આ દરોડા દરમ્યાન હોટલ માલિક આરોપી વિવેકભાઈ મંછારામ બાવાજી (રહે. ગારીયા) હાજર નહીં મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU