આગામી રમઝાન ઈદ નિમિત્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઇ….

0

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આગામી રમઝાન ઇદના તહેવાર અનુસંધાને ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે, જેથી શનિવારથી સોમવાર સુધી ત્રણ દિવસ યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે તેમજ સોમવારથી માલની ઉતરાઈ ચાલુ કરવામાં આવશે…

બાબતે માહિતી આપતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, આગામી રમઝાન ઈદના તહેવાર નિમિતે યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે, જેમાં તા. ૨૨ ને શનિવારે, તા. ૨૩ ને રવિવાર તેમજ તા. ૨૪ ને સોમવારે યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે, જેથી તમામ ખેડૂત ભાઈઓ, દલાલ ભાઈઓ અને યાર્ડ સાથે સંકળાયેલા તમામ લોકોએ આ બાબતની નોંધ લેવી. સાથે જ રજાના બે દિવસ જણસીઓની ઉતરાઈ બંધ રહેશે અને તા. ૨૪ ને સોમવાર સવારથી ઉતરાઈ શરૂ કરવામાં આવશે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU