ત્રણ મહિનાની અંદર પુરાવા રજૂ નહીં કરનાર વાહનનોની હરરાજી કરાશે….
વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ દ્વારા સમયાંતરે કરવામાં આવેલ ટ્રાફિક કામગીરી દરમિયાન વિવિધ ગુનાઓમાં વાહનો ડિટેઇન કરવામાં આવેલ, જખના લાંબા સમય બાદ આ વાહનોના નિકાલ માટે વાંકાનેર મામલતદારશ્રી દ્વારા જાહેર નોટીસ પ્રસિદ્ધ કરી વાહનોના આધાર પુરાવા રજૂ કરવા માટે ત્રણ મહિનાની મુદ્ત આપવામાં આવી છે, જે બાદ બિનવારસી રહેલા વાહનોની હરાજી કરવામાં આવશે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના રીપોર્ટ અનુસાર મોટર જી.પી. એક્ટ ૮૨(૨) અન્વયે 3, ૨૦૭ અન્વયે 41 એમ કુલ 44 વાહનનો તથા વાંકાનેર સીટી પોલીસના રિપોર્ટ અનુસાર CRPC-૧૦૨ અન્વયે 5, મોટર વ્હીકલ એક્ટ ૨૦૭ અન્વયે 21 એમ કુલ 26 જેટલા બિનવારસી તેમજ બિનધણીયાતા મુદામાલનો યોગ્ય નિકાલ કરવાનો હોય, જેથી આ મુદામાલ જે કોઇપણ શખ્સ પોતાનો હોવાનો દાવો ધરાવતા હોય, તેમણે ત્રણ માસની અંદર માલિકીના આધાર પુરાવા દસ્તાવેજ સાથે અત્રેની કોર્ટ મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીની કચેરી વાંકાનેર ખાતે અરજી કરવાની રહેશે…
આ બિનવારસી મુદામાલના કોઇ માલિક રજુ નહીં થાય તો તમામ મુદ્દામાલ સરકારશ્રી માં ખાલસા કરવામા આવશે, જેની દરેકે નોંધ લેવા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રી યુ. વી. કાનાણીની યાદીમાં જણાવાયું છે….