વાંકાનેરની ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાનો સન્માન સમારોહ યોજાયો…

0

વાંકાનેર શહેરની ગેલેક્સી હોસ્પિટલ ખાતે આજરોજ રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગેલેક્સી ગ્રુપ દ્વારા મહારાણા અને સાંસદ કેશરીદેવસિંહ ઝાલાને ફુલ-હાર તથા શાલ ઓઢાડી સન્માન કરાયા હતા….

બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરની ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આજરોજ ગેલેક્સી ગ્રુપ સંચાલિત ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી., ગેલેક્સી સ્કુલ લિંબાળા તથા ચંદ્રપુર તથા ગેલેક્સી હોસ્પિટલ દ્વારા રાજ્યસભામાં સાંસદ તરીકે નિમણૂક પામેલ વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહ ઝાલાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગેલેક્સી ગ્રુપના અબ્દુલભાઈ બાદી, લિયાકત બાદી અને સમગ્ર ગેલેક્સી ટીમ દ્વારા કેશરીદેવસિંહજી ઝાલાને ફુલ-હાર, શાલ ઓઢાડી તથા સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા…

આ તકે રાજ્યસભાના સાંસદ દ્વારા ગેલેક્સી ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ સાંસદશ્રી દ્વારા ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી. ગુલશન બ્રાંચ તથા તાજેતરમાં જ શરૂ થયેલ ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્યરત તમામ વિભાગોની મુલાકાત લઈ અને હોસ્પિટલની સુવિધાઓને વખાણી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf