વાંકાનેરના સિંધાવદર નજીક આસોઇ નદીમાં કેમિકલ ભરેલ ટેન્કર ઠાલવી જતાં નદી પ્રદુષિત, જળચર પ્રાણીઓના મોત…..

0

રાત્રીના કોઈ અજાણ્યા શખ્સો કેમિકલ ભરેલ ટેન્કર નદીમાંથી ઠાલવી જતાં ગ્રામજનોમાં રોષ, બાબતની જાણ તંત્રને કરાઇ…

વાંકાનેર તાલુકા સિંધાવદર ગામ નજીકથી પસાર થતી આસોઇ નદીમાં ગતરાત્રીના કોઈ અજાણ્યા શખ્સો કેમિકલ ભરેલ ટેન્કરને સાતપુલ નજીક નદીમાં ઠાલવી જતાં નદી પ્રદુષિત થઈ હતી જેના કારણે પાણીમાં રહેલ તમામ જળચર પ્રાણીઓના મોત થયા છે, જેમાં આ વાતની જાણ થતાં ગ્રામજનો સ્થળ પર પહોંચી ગયા હતા અને બાબતની જાણ જવાબદાર તંત્રને કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે….

બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીકથી પસાર થતી આસોઇ નદીમાં ગતરાત્રીના કોઈ અજાણ્યા શખ્સો વેસ્ટ કેમિકલ ભરેલ ટેન્કર (જેના નંબર પણ ગ્રામજનો પાસે છે) ઠાલવી જતાં નદી પ્રદુષિત થતાં તેમાના જળચર પ્રાણીઓના મોત થયા છે. જેમાં કેમિકલ માફીયાઓ દ્વારા વેસ્ટ કેમિકલનો યોગ્ય નિકાલ કરવાના બદલે જાહેર નદીમાં ઠાલવી પ્રદુષણ ફેલાવતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો છે…

અત્રે ઉલ્લેખનીય છે કે નદીમાં કેમિકલ માફીયાઓએ વેસ્ટ કેમિકલ છોડાતાં પાણી દૂષિત થતાં જળચળ પ્રાણીઓના મોત થયા હતા, તો બીજી નદીમાંથી સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરતા ખેડૂતો પણ પ્રદૂષિત પાણીને કારણે પરેશાન થઇ રહ્યા છે, જેના કારણે ખેતીમાં પણ નુકસાન થવાની સંભાવના છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf