મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને વાંકાનેર કોંગ્રેસ-ખેડુત અગ્રણી ગુલામભાઈ પરાસરા દ્વારા મોરબી જીલ્લા કલેકટરને રજુઆત કરી ઇન્ચાર્જથી ચલાવાતી આ ત્રણેય જગ્યા તાત્કાલિક ભરવા રજૂઆત કરાઈ…

વાંકાનેર વિસ્તારમાં કોરોના સંક્રમણે માજા મુકી છે ત્યારે દર્દીઓ સારવાર, બેડ, ઓક્સિજન અને ઈન્જેક્શન માટે હેરાનપરેશાન થઈ રહ્યા છે. આવી ગંભીર પરિસ્થિતિમાં પણ હાલ અંત્યત જવાબદારી પુર્વકની વાંકાનેર પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની મહત્વપૂર્ણ જગ્યા ખાલી પડી છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ગુલામભાઈ પરાસરા દ્વારા તાત્કાલિક આ ત્રણેય જગ્યાઓ પર નિમણૂક આપી ખાલી પડેલી જગ્યાઓ ભરવા મોરબી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે….

ઉપરોક્ત રજુઆતમાં તેમણે જણાવ્યું છે કે વાંકાનેર ખાતે પ્રાંત અધિકારી, મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીની જગ્યા છેલ્લા ઘણા સમયથી ઇન્ચાર્જથી ચલાવાઇ રહી છે. જેમાં હાલ કોરોના મહામારી અને વર્તમાન સંજોગોમાં વાંકાનેર તાલુકા અને શહેરની વસ્તીને ધ્યાનમાં લઈને સરકારી તંત્રના મુખ્ય અધિકારીની જગ્યા ઇન્ચાર્જથી ચાલતી હોય તંત્ર દ્વારા નાગરિકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં સમય વ્યય જાય છે જેનાં કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેથી આ બાબતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી આ ત્રણેય જગ્યા પર અધિકારીઓની નિમણૂક આપવા માટે માંગ કરવામાં આવી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f

error: Content is protected !!