વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામના ઝાપા પાસેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે ત્યાંથી પસાર થતાં એક શખ્સને રોકીને તેની તલાશી લેતા તેની પાસેથી એક પીસ્તલ, મેગઝીન અને 10 જીવતા કાર્ટીશ મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ રૂ. 21,500ના મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી તેને જેની પાસેથી પિસ્તોલ લીધી હતી તેને ઝડપી લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ઢુવા ચોકડી ખાતે નાઈટ પેટ્રોલિંગમાં હોય ત્યારે પોલીસ સ્ટાફના માણસોને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે નવા ઢુવા ગામના ઝાપા પાસેથી આરોપી અશોકભાઇ રતીલાલ અણીયારીયા (ઉ.વ. 30, રહે. નવા ઢુવા, રામજી મંદીર પાસે)ને ગેરકાયદે પીસ્તલ નંગ-1 કીંમત રૂ.10,000, જીવતા કારતુસ નંગ. 10 કીંમત રૂ.1000 તથા મેગઝીન નંગ-1 કીમત રૂ.500 મળી કુલ રૂ. 21,500ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો…
પોલીસ દ્વારા આ બનાવમાં ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આ હથિયાર આરોપીએ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ લેમ્પ કારખાનામાં રહેતા અવધેષ ગૌરીશંકરરાય નામના શખ્સ પાસેથી વેચાણથી લીધેલ હોવાનું જણાવતા પોલીસ ટીમે સપ્લાયર અવધેષને સકંજામાં લઈ ઝડપાયેલ આરોપીનો કોવીડ-૧૯ નો રીપોર્ટ કરાવવા અને અન્ય આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે….
વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીમાં તાલુકા પીએસઆઇ આર.પી.જાડેજા, પો.હેડ કોન્સ.જશપાલસિંહ ઝાલા, મેહુલભાઇ ઠાકર, મયુરધ્વજસિંહ જાડેજા, હરીશચન્દ્રસિંહ ઝાલા,જગદીશભાઇ ગાબુ, સંજયસિંહ જાડેજા અને શિવરાજસિંહ વાળા સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f