વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં જુગાર ક્લબ ધમધમતી હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ દ્વારા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા દસ શખ્સોને રોકડા રકમ રૂ.‌ 1,40,000 તથા મોબાઈલ નંગ-10 જેની કિંમત રૂ. 29,500 સહિત કુલ રૂ. 1,69,500 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફને ચોક્કસ ખાનગી બાતમી મળેલ કે વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ દીલીપભાઈ ભગવાનભાઈ બાવરીયાના મકાનમાં ભાડુઆત તરીકે રહેતા મહેશભાઈ સામતભાઈ જીંજરીયા નામનો શખ્સ બહારથી માણસો બોલાવી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા માટે નાણાં ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડતો હોય જેથી પોલીસ ટીમ દ્વારા સ્થળ પર દરોડો પાડતાં ત્યાંથી કુલ દસ શખ્સો ગંજીપતાના પાના તથા પૈસા વડે તીન-પતીનો હારજીતનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા…

વાંકાનેર શહેર પોલીસ ટીમની આ કામગીરી દરમિયાન આરોપી ૧). જીતેષભાઈ વાલજીભાઈ ધરજીયા, ૨). અજયભાઈ ગણેશભાઈ સારલા, ૩). મનોજભાઈ મેરૂભાઈ રાઠોડ, ૪). મુકેશભાઈ રમેશભાઈ ડાભી, ૫). હુસેનભાઈ વલીમહંમદભાઈ શેખાણી, ૬). શૈલેષભાઈ જયંતીભાઈ દલસાણીયા,

૭). સંજયભાઈ ઉર્ફે રાધે ભગવાનજીભાઈ સોલંકી, ૮). સુનીલભાઈ શંકરભાઈ સારલા, ૯). અશ્વીનભાઈ ઉકાભાઈ મકવાણા અને ૧૦). મનોજભાઈ ગીરધરભાઈ ડાભીને જુગાર રમતા ઝડપી લીધા હતા જ્યારે અન્ય આરોપી મહેશભાઈ સામતભાઈ જીંજરીયા સ્થળ પર હાજર મળી ન આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

પોલીસ ટીમની આ સફળ કામગીરીમાં વાંકાનેર સીટી પી.આઈ. એચ.એન રાઠોડ, એ.એસ.આઈ. હીરાભાઈ તેજાભાઈ મઠીયા, હેડ કો. હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, કો. અરવિંદકુમાર ધીરજલાલ મકવાણા, દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂદ્ધસિંહ વાળા તથા અજીતભાઈ ભુરાભાઈ સોલંકી સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f

 

error: Content is protected !!