વાંકાનેર તાલુકામાં છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી વરસાદ ન થવાથી ખેડૂતોના ઉભા પાક સુકાઈ રહ્યા છે, ત્યારે વાંકાનેર વિસ્તારના ખેડૂતોના વિશાળ હિતમાં આજરોજ વાંકાનેર શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી બાબતે અનાવૃષ્ટિના સમયમાં તાત્કાલિક ખેડૂતોને સિંચાઈ માટે મચ્છુ 1 ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી…

બાબતે વાંકાનેર કોંગ્રેસ સમિતિએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, વાંકાનેર શહેર તથા તાલુકામાં ઓછા વરસાદના કારણે નદી-નાળામાં પાણી ભરાયા જ નથી. ઉપરાંત વર્ષાઋતુના મુખ્ય ઓગસ્ટ માસમાં બીલકુલ વરસાદ પડેલ ન હોય નદી-નાળા તથા કુવાના તળના પાણી સુકાઈ ગયા છે, જેમાં રેગ્યુલર ચોમાસુ હોય ત્યારે સપ્ટેમ્બર માસ સુધી વરસાદ રહેતો હોવાના કારણે ડેમમાંથી સિંચાઈ માટે પાણી મોડું છોડવામાં આવે તો યોગ્ય છે,

પરંતુ ચાલુ વર્ષે ઓગસ્ટ માસ કોરો જવાના અસાધારણ સંજોગોમાં ખેડુતોને પિયત માટે પાણી મેળવવાના કોઇ સ્ત્રોત નથી, જેના પરીણામે પાક નિષ્ફળ જવાની ભીતિ સ્પષ્ટ નજરે પડે છે. આ સંજોગોમાં ખેડુતોની આજીવીકાના આધાર સ્તંભ કપાસ સહિતના પાકને બચાવવા માટે મચ્છુ-1 ડેમમાંથી સિંચાઈ માટે કેનાલમાં પાણી તાત્કાલીક છોડવા માંગ કરવામાં આવી છે…

આ તકે વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જશુભાઈ ગોહિલ, માર્કેટ યાર્ડ પુર્વ પ્રમુખ શકીલ પીરઝાદા, મોરબી જિલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ લુંભાણી તથા ઇસ્માઇલભાઈ બાદી, તાલુકા પંચાયત પુર્વ ઉપપ્રમુખ નારાયણભાઈ કેરવાડીયા, યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવાળા, પ્રોસેસીંગ પ્રમુખ ઈરફાન ગઢવાળા, જિલ્લા લઘુમતી સેલ પ્રમુખ મહંમદભાઈ કડીવાર, તાલુકા કિસાન કોંગ્રેસ પ્રમુખ ફારૂક કડીવાર, રાતીદેવળી પુર્વ સરપંચ હનીફ શેરસીયા, દલિત સમાજ યુવા અગ્રણી નવીનભાઈ વોરા, ખેડૂત અગ્રણીઓ મુસ્તુફા કડીવાર, ઝહિરુદ્દીન વકાલિયા, ઇલ્મુદ્દીન વકાલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!