આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા અઠવાડિયાની રજા જાહેર કરાઇ….

0

આગામી દિવસોમાં સાતમ-આઠમ, જન્માષ્ટમી તથા લોકમેળા સહિતના તહેવારો આવતા હોવાથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ મેનેજમેન્ટ દ્વારા યાર્ડમાં તહેવારો નિમિત્તે એક અઠવાડિયાની રજા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે…

બાબતે માહિતી આપતા યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે તા.04 સપ્ટેમ્બરથી 09 સપ્ટેમ્બર સુધી વાંકાનેર યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે, જે સમય‌ દરમિયાન યાર્ડના તમામ કામકાજ બંધ રહેશે, જેથી આ સમય દરમિયાન ખેડૂતોએ યાર્ડમાં પોતાનો માલ લાવવાનો રહેશે નહીં. આ સાથે જ રજાઓ બાદ તા. 10 સપ્ટેમ્બર, રવિવારથી યાર્ડમાં ખેડૂતોની ખેત જણસીની ઉતરાઈ શરૂ કરવામાં આવશે, જે બાદ તા. 11 સપ્ટેમ્બર, સોમવારથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf