વાંકાનેર તાલુકાના હસનપર ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં કોઈ શખ્સ બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે સ્થળ પર દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી, જેમાં પોલીસે સ્થળ પરથી ત્રણ શખ્સોને રૂ. 4.45 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે અન્ય પાંચ શખ્સો ફરાર થઈ ગયા હતા, જેથી પોલીસે આઠ શખ્સો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, આરોપી રમેશભાઈ ઉર્ફે મગનભાઈ રૂપાભાઈ કોળી (રહે. જાલી) વાંકાનેર તાલુકાના હસનપર ગામની સીમમાં જાલી જવાના રસ્તે આવેલ પોતાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોય, જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી, જેમાં પોલીસે સ્થળ પરથી આરોપી ૧). બાબુભાઈ માધાભાઈ ભરવાડ(ઉ.વ. ૩૧, રહે. રફાળેશ્વર), ૨). ખોડાભાઇ વિઠ્ઠલભાઈ પટેલ (ઉ.વ. ૪૮, રહે. સોખડા) તથા ૩). પ્રતિકસિંહ ઉર્ફે પિન્ટુ જનકસિંહ ક્ષત્રિય (ઉ.વ. ૨૭, નવા વઘાસીયા)ને રોકડ રૂ. 4,45,000 સાથે રંગે હાથ ઝડપી લીધા હતા,

જ્યારે આ બનાવમાં અન્ય આરોપી ૪). જયંતીભાઈ રાઘવભાઈ ચૌહાણ (રહે. હાલ રાજકોટ), ૫). સંજયભાઈ લીંબાભાઈ ભરવાડ (રહે. પીપળીયા શુક્લ), ૬). મોમભાઈ નાથાભાઈ ડાભી(રહે. વરડુસર), ૭). નરેન્દ્રભાઈ ઉર્ફે હકો દિલાભાઈ અસ્વાર (રહે. ઢુવા) અને ૮). રમેશભાઈ ઉર્ફે મગનભાઈ રૂપાભાઈ રંગપરા(રહે. જાલી) ફરાર થઈ જતાં પોલીસે તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!