વાંકાનેરના સરતાનપર-રાતાવિરડા રોડ પરથી જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમી ઝડપાયાં….

0

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના સરતાનપર-રાતાવિરડા રોડ પરથી આવેલ પાણીના ટાંકા પાસેથી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર-રાતાવિરડા રોડ પર આવેલ પાણીનાં ટાંકા પાસેથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી રોહીતભાઇ દીનેશભાઇ મોકાસણા, પ્રહલાદભાઇ માલાભાઇ બજાણીયા, રાજેશભાઇ બાબુભાઇ કુમખાણીયા અને મહેશભાઇ કૈલાશભાઇ દેવગજને રોકડ રકમ રૂ‌. 11,200 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf