વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે આજરોજ સૌરાષ્ટ્ર-જનતા એક્સપ્રેસ ટ્રેનના મુસાફરોએ આક્રોશ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો, જેમાં એ.સી. કોચના તમામ એ.સી બંધ હોવાથી મુસાફરો વિફર્યાં હતા અને હોબાળો મચાવતા ટ્રેનને વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે જ રોકી રાખી હતી, જે બાદ સફાળા જાગેલા રેલ વિભાગ દ્વારા તાત્કાલિક ટેકનિકલ સ્ટાફને બોલાવી એસી રીપેરીંગની કામગીરી શરૂ કરાવી હતી…

બાબતે પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ સૌરાષ્ટ્ર-જનતા એક્સપ્રેસ ટ્રેન રાબેતા મુજબના સમયે ઉપડી હોય પરંતુ ટ્રેનમાં વીરપુરથી એસી કોચના તમામ એસી બંધ હોવાના કારણે મુસાફરો હેરાનપરેશાન થઈ રહ્યા હોય, જે તમામ મુસાફરોનો પારો ટ્રેન વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે પહોંચતા જ હાઇ થઈ જતાં મુસાફરોએ ટ્રેન નીચે ઉતરી હોબાળો મચાવી ટ્રેનને રેલ્વે સ્ટેશન ખાતે જ રોકી રાખી હતી, જેના કારણે સફાળા જાગેલા રેલ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને ટેકનીકલ સ્ટાફને બોલાવી એ.સી. રીપેરીંગની કામગીરી શરૂ કરાવી હતી, જે બાદ દોઢ કલાક કરતાં વધારેના વિલંબ બાદ ટ્રેન સ્ટેશનેથી ઉપડી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!