મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા શહેરના સીટી સ્ટેશન રોડ પરથી એક ડબલ સવારી બાઇક પર દેશી દારૂની હેરાફેરી કરવા નિકળખલ બે શખ્સોને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા, જ્યાંરે આ બનાવમાં અન્ય બે શખ્સોના નામ ખુલતા પોલીસે કુલ ચાર શખ્સો સામે પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી પોલીસ ટીમે વાંકાનેર સીટી સ્ટેશન રોડ ઉપરથી બાઇક પર દેશી દારૂની હેરાફેરી કરવા માટે નિકળેલ આરોપી હસન રફીકભાઈ રફાઈ અને સોહિલ બાબુભાઇ કટિયા નામના યુવાનને 30 લીટર દેશી દારૂ, એક બાઇક, દારૂ વેચાણના રોકડા રૂ. 2200 સહિત કુલ રૂ.22,800ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ બનાવમાં આરોપીઓની પૂછપરછ કરતાં દેશી દારૂના આ ગોરખધંધામાં રહીમ રાયધનભાઈ મોવર તેમજ સિકંદર રાયધનભાઈ મોવરની સંડોવણી હોવાની કબૂલાત આપતા પોલીસે બન્નેને ફરાર જાહેર કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!