વાંકાનેર વિસ્તારમાં બેફામ ખનીજચોરી ચાલતી હોવાની વાત સરાજાહેર હોય ત્યારે વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે એકદમ નવા નુસખા સાથે ચાલતી ખનીજચોરી ઝડપાઈ છે જેમાં વસુંધરા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ધમધમતી બેલાની ખાણને ઝડપી પાડી ખનીજચોર વિરૂદ્ધ રૂ. 11 લાખથી વધુની લાઇમ સ્ટોનની ખનીજ ચોરી અંગે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપર વાઇઝર મિતેશભાઈ રામભાઈ ગોજીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં અજાણ્યા ખનીજચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, વાંકાનેર તાલુકાના વસુંધરા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ચાલતી બેલાની ખાણમાંથી ખનીજ ચોરો દ્વારા 2188.2 મેટ્રિક ટન લાઇમસ્ટોન ખનીજ જેની કિંમત અંદાજે રૂ 11,02,763 હોય તેની કોઈ અજાણ્યા શખ્સો ખનીજ ચોરી કરતા હતા, જેથી ખાણ ખનીજ વિભાગ દ્વારા આ ગેરકાયદેસર ખાણ‌ પર દરોડો પાડી પાંચ ઇલેક્ટ્રિક મોટર તેમજ પથ્થર કાપવાની છ ચકરડીઓ કબ્જે લઈ અજાણ્યા ખનીજચોરો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!