દરગાહ તથા મસ્જીદમાં લગાવવા માટે રાખેલ આઠ પંખાની ચોરી કરી આરોપી ભંગારમાં વેંચવા જતા ભાંડો ફૂટ્યો, એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો…..

વાંકાનેરની સુપ્રસિદ્ધ હઝરત શાહબાવા દરગાહ તથા મસ્જીદમાંથી પંખા ચોરીનો બનાવ સામે આવતા વાંકાનેર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે, જેમાં આ બનાવમાં આરોપી મસ્જિદ તથા દરગાહના કુલ આઠ પંખાઓની ચોરી કરી તેને ભંગારમાં વેંચવા જતા બનાવ પરથી પડદો ઊંચકાયો હતો જેમાં હાલ બાબતે એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજની આસ્થાના પ્રતિક સમાન સુપ્રસિદ્ધ હઝરત શાહબાવા દરગાહ ખાતે દરગાહ તથા મસ્જીદનું સમારકામ ચાલતું હોય, જેથી તેમાં લગાવવા માટે આઠ પંખાઓ દાનમાં મળેલ, જેને ઈબાદતખાનામાં રાખવામાં આવેલ હોય તેને આરોપી સરફરાઝ હુશેનભાઈ ફકીર(રહે. મીનારા શેરી, વાંકાનેર) નામનો શખ્સ ચોરી કરી અને વાંકાનેર શહેર નજીક હાઈવે પર આવેલ ભંગારના ડેલા ખાતે વેચાણ કરવા જતાં બાબતે પંખાઓ પર ‘ શાહબાવા દરગાહમાં વકફ ‘ લખાણ કરેલ હોય જેથી બાબતનો ભાંડો ફૂટ્યો હતો….

જેથી આ બાબતની જાણ શાહબાવા દરગાહના ટ્રસ્ટને થતાં બાબતે તપાસ કરતા નાના-મોટા કુલ આઠ પંખાઓ જેની કિંમત રૂ. ૭,૦૦૦ હોય તેની ચોરી થયાનું જણાતા બાબતે ભંગારના ડેલાના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા આ પંખાઓ ઉપરોક્ત આરોપી સરફરાઝ ચોરી કરી અને વેચાણ કરવા ગયેલ હોવાનું સામે આવતા બાબતે શાહબાવા ટ્રસ્ટ દ્વારા આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઈપીસી કલમ ૩૮૦ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

 

error: Content is protected !!