મોરબી જિલ્લામાં આજથી કારકિર્દી માટે મહત્વની ગણાતી એવી ધોરણ 10 તથા ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં બોર્ડની પરીક્ષાઓનું પ્રથમ પેપર આપવા આવેલા વિદ્યાર્થીઓનું વિવિધ પરિક્ષા કેન્દ્ર પર સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે મોરબી જિલ્લામાં ધો.10ની પરીક્ષાના પ્રથમ પેપરમાં 206 વિધાર્થીઓ તથા ધોરણ 12ની પરિક્ષામાં 42 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જ્યારે આજે એક પણ કોપી કેસ નોંધાયો નથી…

મોરબી જિલ્લામાં આજે ધો.10માં 10 પરીક્ષા કેન્દ્રોની 46 બિલ્ડીંગમાં 13947 વિદ્યાર્થીઓ અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 3 કેન્દ્રોની 8 બિલ્ડીંગમાં 1731 વિદ્યાર્થીઓ અને ધો.12 સામાન્ય પ્રવાહમાં 5 કેન્દ્રોની 28 બિલ્ડીંગમાં 7909 વિદ્યાર્થીઓ મળી કુલ ધો.10, 12માં 23587 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા સજ્જ બન્યા હતા. આજે ધો.10માં ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી વિષયની પરીક્ષા લેવાય હતી. જેમાં ગુજરાતી વિષયમાં 12010 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 204 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. જ્યારે અંગ્રેજી વિષયમાં 347 વિદ્યાર્થીઓ હાજર અને 1 વિદ્યાર્થી ગેરહાજર તેમજ સંસ્કૃત વિષયમાં 10 વિદ્યાર્થીઓ હાજર અને 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો…

મોરબી જીલ્લામાં સામાન્ય પ્રવાહમાં નાં.મુ.ના વિષયમાં ગુજરાતી માધ્યમના કુલ 5259 પૈકી 32 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને અંગ્રેજી માધ્યમમાં તમામ 191 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને કુલ 5418 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જયારે વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપરમાં ગુજરાતી માધ્યમમાં 1660 પરીક્ષાર્થીઓ હાજર અને 9 ગેરહાજર રહ્યા હતા જયારે અંગ્રેજી માધ્યમમાં 58 હાજર અને 1 ગેરહાજર રહેતા કુલ 1728 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તો કુલ 10 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

 

error: Content is protected !!