વાંકાનેર શહેર નજીક હાઇવે પર ચંદ્રપુર સર્વિસ રોડ પર પસાર થતા એક બોલેરો ચાલકને સામેથી આવતા લોડર ચાલકે તેનું વાહન સાઈડમાં ચલાવાનું કહી બોલેરો ચાલક સાથે બોલાચાલી કરી બાદમાં બોલેરો ચાલકનો પીછો કરી પાંચ શખ્સોએ હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હરેશ બટુકભાઈ પરમાર (રહે. અલંકાર હોટલ પાછળ, ઝૂંપડામાં, ચંદ્રપુર) પોતાની બોલેરો કાર નં. GJ 23 V 5202 લઈ ચંદ્રપુર સર્વિસ રોડ પર પોતાના ઘર તરફ જઈ રહ્યા હોય ત્યારે સામેથી આવતા એક લોડર ચાલકે બોલેરો સાઈડમાં ચલાવાનું કહી ફરિયાદી સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો, જેથી તેઓ ફરિયાદી બોલેરો લઈને ત્યાંથી ચાલ્યા ગયા હતા…

જે બાદ આરોપીઓએ ઇકો કાર નંબર GJ 36 F 1899માં પીછો કરી અલંકાર હોટલ પાસે બોલેરો આડે ઇકો રાખી આરોપી ઈકો કાર ચાલક, સમ્રાટ હોટલ વાળા અલીભાઈ, ભૂરો અને જાહિદભાઈએ ફરિયાદી સાથે બોલાચાલી કરી માર મારી ત્યાંથી નાસી ગયા હતા, જે બાદ થોડી વાર પછી ગુલાભાઈ નામના શખ્સ ફરિયાદીના ઘરે આવી ફરિ માર માર્યો હતો, જેથી આ બનાવમાં પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!