વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલ રોસા સીરામીક પાસેથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા બે અલગ અલગ બનાવોમાં બે શખ્સોને વિદેશી દારૂના 180 એમએલના ચપલા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા પ્રથમ દરોડામાં આરોપી મોરધનભાઈ ભીખાભાઇ કૂણપરા(ઉ.વ. ૩૭,‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌રહે. રાતાવિરડા) ને રાતાવિરડા ગામ નજીકથી રોસા સીરામીક પાસેથી રોયલ સ્ટગ બ્રાન્ડ વ્હિસ્કીના બે ચપલા કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં પોલીસે રાતાવિરડા નજીક આવેલ રોસા સીરામીક પાસેથી આરોપી દિનેશભાઇ લેખરાજસિંગ યાદવ(ઉ.વ. ૩૪, રહે. રાતાવિરડા)ને પોલીસે સ્કોર્પિયો ગાડીમાં રોયલ સ્ટગના બે ચપલા કિંમત રૂપિયા 200 તેમજ સ્કોર્પિયો ગાડી કિંમત રૂપિયા 5 લાખ મળી બન્ને દરોડામાં કુલ રૂ. 5,00,400ના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી હતી….

આ બનાવમાં પોલીસે આરોપીઓની પ્રાથમિક પુછપરછ કરતા બંને શખ્સોએ રાતાવિરડા ગામના નિતેશ જીલાભાઈ ઉકેડીયા નામના બુટલેગર પાસેથી વિદેશી દારૂના ચપલા ખરીદ કર્યા હોવાની કબૂલાત આપતા પોલીસે બંને ગુનામાં આરોપી નિતેશને ફરાર દર્શાવી તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!