વાંકાનેર શહેર નજીક હસનપરના શક્તિપરામાં આવેલ મહાકાળી માતાના મંદિર પાસે યુવાન પર બે શખ્સોએ ‘ મારા મજૂરને કેમ તોડે છે ? ‘ કહી હુમલો કરી લોખંડના પાઇપ વડે માર મારી ટાંટીયા ભાંગી નાખ્યા હતા જેથી આ બનાવમાં ઇજાગ્રસ્તે બંને આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજન વાંકાનેર શહેર નજીક આવેલ હસનપર ગામના શક્તિપરામાં રહેતા રાજેશભાઈ કલ્યાણજીભાઈ માણેવાડિયા(ઉ.વ. ૩૨)એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદ કિષ્ના કારખાનામાં મજૂરી કામ કરતા હોય, જે કારખાનામાં મજૂર કોન્ટ્રાક્ટ રાખતા આરોપી યુનુસભાઈ હાલા(રહે. મિલપ્લોટ) અને મકસુદભાઈ (રહે. હસનપર)એ ફરિયાદીને મહાકાળી માતાના મંદિર પાસે બોલાવી ‘ મારા મજૂર કેમ તોડે છે ? ‘ કહીં લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારી ફરિયાદીના ટાંટીયા ભાંગી નાખ્યા હતા, જેથી આ બનાવમાં ફરિયાદીએ બંને આરોપી સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!