વાંકાનેર વિસ્તારમાં સંભવિત બીપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ મેનેજમેન્ટ દ્વારા આવતીકાલથી આગામી નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી યાર્ડમાં સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવી છે, જેની તમામ ખેડૂતો, વેપારીઓ અને દલાલોએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે….

બનાવની વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી પાસેથી મળતી માહિતી મુજબ, વાંકાનેર વિસ્તારમાં બીપરજોય વાવાઝોડાની સંભાવનાના પગલે ખેડૂતોના માલને નુકસાન ન થાય તે માટે આવતીકાલથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડની તમામ કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી આવતીકાલથી નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં સંપૂર્ણ રજા રહેશે, જેની તમામ ખેડૂતો, વેપારીઓ અને દલાલોએ નોંધ લેવી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!